Voter ID-Aadhaar Link: આ ત્રણ રીતે તમારા વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે કરો લિંક, જાણો પ્રોસેસ
Voter id link with Aadhaar card: દરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ સૌથી મહત્વનો દસ્તાવેજ છે. આધાર હવે તમારું માન્ય ઓળખપત્ર હોવાની સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ, ટ્રાવેલ ટિકિટ જેવી અનેક સુવિધાઓ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ છે.
નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે (Central Cabinet) તાજેતરમાં એક ચૂંટણી સુધારણા બિલ (Electoral reform bill)ને મંજૂરી આપી છે. જે અનુસાર નાગરિકના આધાર કાર્ડ (Aadhaar Card)ને તેમના મતદાર ઓળખ કાર્ડ (Voter ID Card) સાથે લિંક કરવું જરૂરી બનશે. આ સેવા તમામ મતદારો માટે ફાયદાકારક સાબિત થશે. કારણ કે તમારો તમામ ડેટા અને વિગતો એક જ જગ્યાએ એકત્રિત કરવામાં આવશે. ચૂંટણી પંચ (Election Commission)ની ભલામણ મુજબ, મતદારોને દર વર્ષે નોંધણી કરવાની ચાર તકો આપવી જોઈએ. જે નાગરિકો 18 વર્ષના થઇ ગયા છે, તેઓએ મતદાન કરવા માટે નોંધણી કરાવવી આવશ્યક છે. જે નિવાસીઓ તેમના આધાર અને મતદાર આઈડીને લિંક કરવા ઈચ્છે છે તેઓ હવે સરળતાથી કરી શકશે.
આધાર કાર્ડ મહત્ત્વનો દસ્તાવેજ
દરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ સૌથી મહત્વનો દસ્તાવેજ છે. આધાર હવે તમારું માન્ય ઓળખપત્ર હોવાની સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ, ટ્રાવેલ ટિકિટ જેવી અનેક સુવિધાઓ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ છે.
મતદાર કાર્ડ 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને રાજ્ય અથવા કેન્દ્રીય ચૂંટણીમાં ઉમેદવારને પોતાનો મત આપવાની મંજૂરી આપે છે. જે લોકો પોતાનું આધાર કાર્ડ અને મતદાન કાર્ડને લિંક (Aadhaar Card & Voter ID Linking) કરવા ઇચ્છે છે, તેઓ ઓનલાઇન અમુક સરળ સ્ટેપ અનુસરીને ઘરેબેઠા જ કામ પતાવી શકે છે.
આ રીતે નેશનલ વોટર સર્વિસ પોર્ટલ દ્વારા આધાર-વોટર આઇડી લિંક કરો:
આ ઓફિશિયલ વેબસાઇટ voterportal.eci.gov.in પર જાઓ.
* તમારા મોબાઇલ નંબર, ઇમેલ આઇડી અને વોટર આઇડી નંબર દ્વારા પોર્ટલ પર લોગીન કરો.
હવે તમારા રાજ્ય, જિલ્લો અને અંગત માહિતી જેમકે તમારું નામ, જન્મ તારીખ અને પિતાનું નામ.
* જ્યારે તમે સર્ચ બટન પર ક્લિક કરશો, તમામ માહિતી તમારી સ્ક્રિન પર દેખાશે. ત્યાર બાદ Feed Aadhaar Number ઓપ્શન પર ક્લિક કરો.
* તમારા આધાર કાર્ડ અનુસાર તમારું નામ, આધાર નંબર, વોટર આઇડી નંબર, રજીસ્ટર મોબાઇલ નંબર અને/અથવા રજીસ્ટર ઇમેલ એડ્રેસ દાખલ કરો.
* સબમિટ બટન પર ક્લિક કરો. બંને કાર્ડને લિંક કરવાની પ્રોસેસ શરૂ થઇ જશે.
SMS દ્વાર આધાર કાર્ડ-વોટર આઇડી કાર્ડ લિંક
* તમારા મોબાઇલમાં SMS એપ્લિકેશન ખોલો.
* આ ફોર્મેટમાં મેસેજ ટાઇપ કરો .
* 166 અને 51969 નંબર પર SMS મોકલો.
બૂથ લેવલ ઓફિસર દ્વારા આધાર કાર્ડ-વોટર આઇડી લિંકિંગ
* તમારા નજીકના બૂથ લેવલ ઓફિસ પર સંપર્ક કરો અને લિન્કિંગ માટે એપ્લિકેશન ફોર્મ ભરો.
* એપ્લિકેશન ફોર્મ ભરો અને બૂથ લેવલ ઓફિસરને સબમિટ કરો.
* બૂથ ઓફિસર તમામ માહિતીને ચેક કરશે અને વધુ ચકાસણી માટે તમારી જગ્યાએ પણ આવશે.
* વેરિફીકેશન પૂર્ણ થયા બાદ, તમારી આધાર કાર્ડ અને મતદાર કાર્ડને લિન્કિંગ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
No comments:
Post a Comment